સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ બેંક અને ઓન લાઇન ચુકવણી સિસ્ટમ
2,000 રૂપિયા સુધીના UPI વ્યવહારો પર શુલ્ક લાદી શકશે નહીં.
નાણા મંત્રાલયે ગઈકાલે આ અંગે સૂચના બહાર પાડી હતી.તેમાં RuPay દ્વારા કરવામાં આવતા 2,000 રૂપિયા સુધીના UPI વ્યવહારો અને ડેબિટ કાર્ડ ચુકવણીઓને ઇલેક્ટ્રોનિક ચુકવણી મોડ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી
જેના માટે ગ્રાહકોને આ સેવાઆઓ નિશુલ્ક આપવાની રહશે
સંસદમાં કરવેરા અને અન્ય કાયદા (સુધારા) અધિનિયમ પસાર થયા
બાદ UPI ચુકવણીઓ પર સંભવિત શુલ્ક અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી તેના જવાબમાં મંત્રાલયે આ સ્પષ્ટતા કરી હતી.