રાષ્ટ્રીય ઇજનેર દિવસ આજે ઉજવાઇ રહ્યો છે. ભારતના મહાન ઇજનેરોમાંના એક ભારત રત્ન વિશ્વેશ્વરૈયાના જન્મદિન નિમિત્તે તેમના યોગદાનને યાદ કરવા અને રાષ્ટ્રના વિકાસમાં ઇજનેરોની ભૂમિકાને માન આપવા માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે એમ. વિશ્વેશ્વરૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, એમ. વિશ્વેશ્વરૈયા એક એન્જિનિયરિંગ પ્રતિભા હતા. જેમનું રાષ્ટ્ર નિર્માણ માટેનું વિઝન હંમેશા નાગરિકોને પ્રેરણા આપશે.
ઇજનેરોને અભિનંદન આપતા ગૃહમંત્રીએ કહ્યું કે, તેમની અથાક નવીનતાઓ ટકાઉ વિકાસ દ્વારા ભારતની પ્રગતિને આગળ ધપાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વેશ્વરૈયાનું અસાધારણ યોગદાન હંમેશા યાદ રહેશે.