સપ્ટેમ્બર 15, 2026 9:50 એ એમ (AM)

printer

સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગર ખાતે આજથી બે દિવસનુ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ યોજાશે

સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર આજથી બે દિવસ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર – ગુજરાત ખાતે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026યોજાશે.

 ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સર્ક્યુલરિટીનો મુખ્ય હેતુ હાલની સામગ્રી અને ઉત્પાદનોનો પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇક્લિંગ કરીને તેને મૂલ્યવાન સંસાધનો તરીકે ફરીથી અર્થતંત્રમાં લાવવાનો છે.

આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં વ્યાપારી નેતાઓ, ઉદ્યોગસાહસિકો, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને અન્ય સહિત અંદાજે 65 થી વધુ દેશોના બે હજારથી વધુ હિસ્સેદારો ભાગ લેશે. આ ફોરમમાં AIનો ઉપયોગ, રોજગારની ક્ષમતા, ઉર્જા ઉત્પાદન, નાણા, શાસન, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા વિષયો પર ચાર પ્લેનરી અને 16 સંતોષકારક થીમ આધારિત સત્રો યોજાશે.

આ ઉપરાંત 125થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ સાથેનો એક્સ્પો સ્ટાર્ટ-અપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વ્યવહારુ ઉકેલોનું પ્રદર્શન કરશે.