સપ્ટેમ્બર 15, 2026 9:33 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ઘરે-ઘરે આશીર્વાદનો દિવો પ્રગટાવવા મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

રાજ્યના મુખ્યમંત્રીએ 17મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને નાગરિકોને સાંજે સાત વાગે આશીર્વાદનો દિવો પ્રગટાવવા અપીલ કરી છે.

શ્રી મોદીના રાષ્ટ્રસેવા અને સુશાસનના 25 વર્ષ આગામી સાત ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે તેમના દીર્ઘાયુની કામના કરવા ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા અને સુશાસનના ૨૫ વર્ષ આગામી ૭ ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. તેમની જનસેવાની આ યાત્રાએ આજે સમગ્ર વિશ્વમાં ભારતની નવી ઓળખ ઊભી કરી છે. આ દિવસ વિકસિત ભારત ૨૦૪૭ માં વિકસિત ગુજરાતના નિર્માણના આપણા સૌના સંકલ્પનો દિવસ બનશે.”