સપ્ટેમ્બર 15, 2026 9:46 એ એમ (AM)

printer

SD PAY એપ્લિકેશન દ્વારા 635 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડના બે મુખ્ય સૂત્રધારને ઓડિશાથી ઝડપ્યાં

અમરેલી પોલીસે SD PAY એપ્લિકેશન દ્વારા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયેલા 635 કરોડના મોટા સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ઝડપી પાડ્યા છે.

અમરેલી SP સંજય ખરાત અને તેની ટીમો આ શખ્સોને શોધવા માટે અલગ અલગ રાજ્યમાં તપાસ કરી હતી. આ વચ્ચે એક સાયબરની ટીમને આરોપી ઓડીશાના સંભલપુરમાં હોવાની માહિતી મળતા પોલીસે ઓડિશામાંથી ધવલ પટેલ અને હિરેન શાહની કાર સાથે ધરપકડ કરી છે. બંને આરોપીઓને આજે વિમાનમાર્ગે અમરેલી સાઇબર ક્રાઇમ ખાતે લાવી પૂછપરછ હાથ ધરાશે.

અમરેલી એસપી સંજય ખરાતે નાગરિકોને લોભામણી અને ગેરકાયદેસર રોકાણ યોજનાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે.