ઓક્ટોબર 23, 2026 9:51 એ એમ (AM)

printer

ગુજરાત–કોરિયા રાઉન્ડ ટેબલ બેઠકમાં ટેકનિકલ આદાનપ્રદાન તથા રોકાણની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જાપાનના સફળ પ્રવાસ બાદ ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયા પહોંચ્યું છે. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ડેલિગેશને દેગુ ખાતે આયોજિત ‘ગુજરાત–કોરિયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કો-ઓપરેશન રાઉન્ડટેબલ’ બેઠકમાં ભાગ લીધો હતો.

આ વિશેષ બેઠકનો હેતુ ગુજરાત અને દક્ષિણ કોરિયાના ટેક્સટાઇલ ક્ષેત્ર, તકનીકી આદાનપ્રદાન, વ્યાપારી સહયોગ અને સંભવિત રોકાણોની તકો શોધવાનો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોરિયા પાસે અદ્યતન ટેકનોલોજી, એડવાન્સ્ડ ફાઇબર્સ અને પરફોર્મન્સ મટિરિયલ્સની ઉત્કૃષ્ટ કુશળતા છે, જ્યારે ગુજરાત પાસે વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન છે. કોરિયાનું ઇનોવેશન અને ગુજરાતનું સાહસિક કૌશલ્ય સાથે મળીને વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી શકે છે.

નાયબ મુખ્યમંત્રીએ દેગુ શહેરના અગ્રણી ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા તેમજ ગુજરાતમાં રોકાણ અને સંયુક્ત સાહસો સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.