મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વન-ડે સિરીઝની પહેલી મેચ વડોદરામાં રમાશે. આ મેચ કોટમ્બી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.
ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ વન-ડે સિરીઝ પણ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે સ્મૃતિ મંધાના વન-ડે ટીમના કેપ્ટન તરીકેની તેની કારકિર્દીનો પ્રારંભ કરશે.