હવામાન વિભાગ જણાવ્યું છે કે દક્ષિણપૂર્વ અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ડીપ ડિપ્રેશન માં પરિણમ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ સિસ્ટમ આજે દક્ષિણ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં પરિણમે તેવી સંભાવના છે.. હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી આંદામાન સમુદ્ર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ન જવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વીજળી અને તોફાની પવનો સાથે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની પણ આગાહી કરી છે.