પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફિલિપાઇન્સની બે દિવસની મુલાકાતે જશે.
આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી 23મી આસિયાન-ભારત સમિટ અને 21મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. આ સમિટ આવતીકાલે યોજાશે.
આસિયાન-ભારત સમિટમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આસિયાન-ભારત કાર્ય યોજના 2026-2030 ના અમલીકરણ પર પણ ચર્ચા કરવામાં આવશે અને ભવિષ્યના સહયોગની દિશા નક્કી કરવામાં આવશે. પૂર્વ એશિયા સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આસિયાન અને અન્ય ભાગ લેનારા દેશોના નેતાઓ સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક મળશે.
ભારત-આસિયાન સંબંધો ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે ભારતના વિઝનનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ મુલાકાત ત્યારે આવી છે જ્યારે ભારત અને આસિયાન વર્ષ 2026 ને આસિયાન-ભારત દરિયાઈ સહકાર વર્ષ તરીકે ઉજવી રહ્યા છે.