કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી. સોમન્નાએ અમદાવાદ રેલવે મથકના પુનઃવિકાસ કાર્યો અને નિર્માણાધીન બુલેટ ટ્રેન મથકનું નિરીક્ષણ કર્યું. તેમણે બંને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓ પાસેથી કામોની વર્તમાન સ્થિતિ, બાંધકામ સમયરેખા અને ભવિષ્યની કાર્ય યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી.
દરમિયાન, તેમણે મુસાફરોની સુવિધાઓ, અવરજવરની વ્યવસ્થા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહેલા બાંધકામ કાર્યનો અભ્યાસ કર્યો.