બ્રિટનના પ્રિન્સ અને વેલ્સની રાજકુમારી આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે.
આ મુલાકાત દરમિયાન, તેઓ ‘અર્થશોટ પ્રાઇઝ એવોર્ડ્સ’ સમારોહ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. બ્રિટિશ હાઈ કમિશન અનુસાર, આ મુલાકાત દરમિયાન શાહી દંપતી નવીનતા, ટકાઉપણું, યુવા નેતૃત્વ અને ક્રિકેટ, ફેશન અને સિનેમા દ્વારા યુકે અને ભારત વચ્ચેના સ્થાયી સંબંધોને ઉજાગર કરતી શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુલાકાતના અંતિમ તબક્કામાં, તેઓ નવી દિલ્હી પહોંચશે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે.