નવેમ્બર 16, 2026 8:46 એ એમ (AM)

printer

પવિત્ર છઠ પૂજાનો આજે અંતિમ દિવસ – ભગવાન સૂર્યદેવને ઉષા અર્ઘ્ય અર્પણ કરવા વહેલી સવારથી શ્રદ્ધાળુ ઉમટ્યા

છઠ પૂજાના અંતિમ દિવસે આજે વહેલી સવારથી લોકો ભગવાન સૂર્યદેવને ઉષા અર્ઘ્ય સમર્પિત કરી રહ્યા છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગીને ઉપવાસ છોડે છે. રાજ્યભરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાના ત્રીજા દિવસે ભગવાન સૂર્યને સંધ્યા અર્ઘ્ય અર્પણ કર્યા હતા.

અમદાવાદમાં ઇન્દિરાબ્રિજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહયા હતા. જામનગરમાં પુજા માટેની વ્યવસ્થાઓને લઈને મહિલા શ્રદ્ધાળુએ ખુશી વ્યક્ત કરી હતી.

કેન્દ્ર્શાસિત પ્રદેશ દમણના પરકોટા શેરીથી લઈને જુપીટર બીચ ખાતે પુજા માટે હજારો પરિવારો એકત્રિત થયા હતા. વ્રતધારી મહિલાઓ અને પુરુષોએ અસ્તાચળગામી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.