ઓક્ટોબર 23, 2026 9:20 એ એમ (AM)

printer

ભારત-જર્મની દ્વિપક્ષીય વેપારને લગભગ 31.5 અબજ યુરોથી વધારીને 310 અબજ યુરો કરવાનો લક્ષ્યાંક

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-જર્મની દ્વિપક્ષીય વેપારને લગભગ 31.5 અબજ યુરોથી વધારીને 310 અબજ યુરો કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રજૂ કર્યો છે. જેમાં ઉત્પાદન, રોકાણ અને ટેકનોલોજીમાં ગાઢ સહયોગની હાકલ કરવામાં આવી છે.

બર્લિનમાં ભારત-જર્મની વ્યાપાર ગોળમેજીને સંબોધતા, શ્રી ગોયલે કહ્યું કે બંને દેશો પુરવઠા શૃંખલાઓને મજબૂત કરવા અને નવી આર્થિક તકો ઊભી કરવા માટે તેમની પૂરક શક્તિઓનો ઉપયોગ કરી શકે છે.

શ્રી ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર બંને દેશોમાં વ્યવસાયો માટે નવી તકો ખોલશે.

શ્રી ગોયલ શનિવાર સુધી જર્મનીની સત્તાવાર મુલાકાતે છે અને વેપાર, રોકાણ અને ટેકનોલોજીકલ સહયોગને મજબૂત બનાવવા માટે આ મહિનાની 24 થી 27 તારીખ સુધી નેધરલેન્ડની યાત્રા કરશે.