ઓક્ટોબર 23, 2026 8:52 એ એમ (AM)

printer

એશિયન પેરા ગેમ્સમાં ગઈકાલે ભારતે સાત સુવર્ણ સહિત 26 ચંદ્રક જીત્યા -કુલ મેડલની સંખ્યા 88 પર પહોંચી

જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતે પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું, ભારતે ગઇકાલે 7 સુવર્ણ, 4 રજત અને 15 કાંસ્ય સહિત 26 મેડલ જીત્યા. આ સાથે, ભારતના મેડલ ટેલી 88 થઈ ગયા છે, જેમાં ભારત હાલમાં મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે.