રાષ્ટ્રીય

ઓગસ્ટ 19, 2026 3:30 પી એમ(PM)

views 8

ઈડીએ એક મની લોન્ડરિંગ કેસની તપાસ સંદર્ભે ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર તથા દિલ્હીમાં દસ જગ્યાઓ પર દરોડા પાડ્યા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -ઈડીએ મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસ સંદર્ભે ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર અને દિલ્હીમાં દસ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીએ જણાવ્યું કે આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ક...

ઓગસ્ટ 19, 2026 11:47 એ એમ (AM)

views 37

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તમિલનાડુના બે દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તમિલનાડુના બે દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે. તેઓ આવતીકાલે ચેન્નાઈ નજીક કોવલમમાં દક્ષિણ ભારતીય મુખ્યમંત્રીઓના સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ ભાગ લેશે.

ઓગસ્ટ 19, 2026 11:12 એ એમ (AM)

views 18

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.8% ટકા કર્યો

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારત માટે GDP વૃદ્ધિનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે, જે મે મહિનામાં 6.7 ટકા હતો. જોકે, રેટિંગ એજન્સીએ નોંધ્યું છે કે અલ નીનો હવામાન અને ભૂ-રાજકીય પડકારો આર્થિક વિકાસને અસર કરી શકે છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ક્રૂડ ઓઇલના ભાવનો અંદાજ ...

ઓગસ્ટ 19, 2026 10:53 એ એમ (AM)

views 9

રાષ્ટ્રીય તપાસ સમિતિ – NTA એ 600 નિષ્ણાતોને દૂર કરી નવી પરીક્ષા ટીમ બનાવી

રાષ્ટ્રીય તપાસ સમિતિ - NTA એ 600 નિષ્ણાતોને દૂર કરીને અને નવા નિષ્ણાતોને સામેલ કરી નવી પરીક્ષા ટીમ બનાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પરીક્ષાના પેપરોની ચકાસણીને મજબૂત બનાવવા ચાર-સ્તરીય પ્રશ્નપત્ર ચકાસણી પ્રણાલી મૂકવામાં આવશે. સમિતિ આગામી બે થી ત્રણ અઠવાડિયામાં 20-25 ...

ઓગસ્ટ 19, 2026 10:45 એ એમ (AM)

views 13

સરકારે દેશમાં PNG કનેક્શન વધારવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી

સરકારે ઘરેલુ PNG કનેક્શન વધારવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના પે હલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં શક્ય તેટલા વધુઘરોને સ્વચ્છ, સલામત અને સસ્તી  ગેસ  પાઇપલાઇન સેવા પૂરી પાડવાનો છે.હાલમાં, દેશમાં લગભગ 1 કરોડ 7...

ઓગસ્ટ 19, 2026 10:29 એ એમ (AM)

views 24

બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન પૂર્ણ – આજે  બ્રિક્સ યુવા પરિષદ  અને  યુવા સમિટનો ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

બ્રિક્સ રાષ્ટ્રોએ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકના સમાપન પર અપનાવવામાં આવેલા સંયુક્ત મંત્રી સ્તરીય નિવેદનમાં બ્રિક્સ રાષ્ટ્રોએ 2030ના ટકાઉ વિકાસ એજન્ડા, ક્લાયમેટ ચેન્જ પર સ...

ઓગસ્ટ 18, 2026 7:47 પી એમ(PM)

views 21

UIDAI એ શાળાના બાળકોના 2 કરોડથી વધુ બાયોમેટ્રિક અપડેટ્સ પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર કાર્ડમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રવ્યાપી મિશન-મોડ અભિયાનમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યો છે. આ ખાસ ડ્રાઇવ અંતર્ગત દેશભરમાં 2 કરોડથી વધુ શાળાકીય બાળકોના બાયોમેટ્રિક ડેટા સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવ્યા છે. શ...

ઓગસ્ટ 18, 2026 7:02 પી એમ(PM)

views 12

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પરના પોલીસ અત્યાચારની તપાસ માટે સુપ્રીમ કોર્ટ બનાવશે ઉચ્ચ સમિતિ

નવી દિલ્હીમાં તાજેતરમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત પોલીસ અત્યાચાર અને પોલીસ કર્મચારીઓ પર થયેલી હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશો અને ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બનેલી એક હાઈ-પાવર કમિટી બનાવવાની જાહેરાત કરી છે, જે આ સમગ્ર મામલાની તટસ્થ અ...

ઓગસ્ટ 18, 2026 6:35 પી એમ(PM)

views 14

નવી દિલ્હીમાં સર્વેલન્સ અને ઇલેક્ટ્રો-ઑપ્ટિક્સ પર ભારતીય સૈન્ય સમીક્ષા

ભારતીય સેનાના ઉપપ્રમુખ, લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે કહ્યું, યુદ્ધની બદલતી પ્રકૃતિએ સશસ્ત્ર દળો માટે ઉભરતી ટેક્નોલૉજીને ઝડપથી અપનાવવા અને સંકલન કરવાને અનિવાર્ય બનાવી દીધું છે. નવી દિલ્હીમાં આજે સર્વેલન્સ અને ઇલેક્ટ્રો-ઑપ્ટિક્સ પર ભારતીય સૈન્ય સમીક્ષાને સંબોધતા તેમણે કહ્યું, ખાસ કરીને વર્ષ 2020 પછી...

ઓગસ્ટ 18, 2026 6:32 પી એમ(PM)

views 23

પીએમ મોદીના નામે 3 મહિનાના ફ્રી રિચાર્જનો દાવો ફેક: વાયરલ વીડિયો અંગે સરકારની સ્પષ્ટતા

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે તમામ નાગરિકોને 3 મહિનાનું મફત રિચાર્જ આપવાનો દાવો કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે આ દાવાને સંપૂર્ણપણે ભ્રામક અને ખોટો ગણાવીને તેનું ખંડન કર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે આ ડીપફેક વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં...