ઓગસ્ટ 19, 2026 10:29 એ એમ (AM)

printer

બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન પૂર્ણ – આજે  બ્રિક્સ યુવા પરિષદ  અને  યુવા સમિટનો ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

બ્રિક્સ રાષ્ટ્રોએ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

ગઈકાલે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકના સમાપન પર અપનાવવામાં આવેલા સંયુક્ત મંત્રી સ્તરીય નિવેદનમાં બ્રિક્સ રાષ્ટ્રોએ 2030ના ટકાઉ વિકાસ એજન્ડા, ક્લાયમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન અને તેના પેરિસ કરારના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચાર કરાયો.

દરમિયાન બે દિવસીય બ્રિક્સ યુવા પરિષદ બેઠક અને બ્રિક્સ યુવા સમિટનો આજે ગાંધીનગર ખાતે પ્રારંભ થશે  આ સમિટ યુવાનોને વિચારોનું આદાનપ્રદાન કરવા, ઉકેલો દર્શાવવા અને વ્યાપક બ્રિક્સ પ્રક્રિયામાં વિચારણા માટે ભલામણો વિકસાવવા માટેનું એક મંચ  પૂરું પાડશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.