ઓગસ્ટ 19, 2026 10:45 એ એમ (AM)

printer

સરકારે દેશમાં PNG કનેક્શન વધારવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી

સરકારે ઘરેલુ PNG કનેક્શન વધારવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના પે હલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં શક્ય તેટલા વધુઘરોને સ્વચ્છ, સલામત અને સસ્તી  ગેસ  પાઇપલાઇન સેવા પૂરી પાડવાનો છે.હાલમાં, દેશમાં લગભગ 1 કરોડ 74 લાખ ઘરેલુ PNGકનેક્શન છે.

આ યોજના હેઠળ, ગેસ વિતરણ કંપનીઓને નવા કનેક્શન ઉમેરવા અને બિલ વગરના કનેક્શન સક્રિયકરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ PNG નેટવર્કનો પણવિસ્તાર કરશે. આ યોજના છ મહિનામાં બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. દરેક નવાસક્રિય ઘરેલુ PNG કનેક્શન માટે, પાત્ર ગેસ વિતરણ કંપનીઓને 200 પ્રમાણભૂત ઘન મીટર વધારાનો ઘરેલુ ગેસફાળવવામાં આવશે.