એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -ઈડીએ મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસ સંદર્ભે ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર અને દિલ્હીમાં દસ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.
ઈડીએ જણાવ્યું કે આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવ્યા હતા અને આ તપાસ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ ભંડોળની કથિત ઉચાપત અને યુનિવર્સિટી તથા ટ્રસ્ટ માટે મિલકતોના નિર્માણ સહિત અન્ય હેતુઓ માટે તેના ઉપયોગ સંબંધિત છે.
એજન્સીએ જણાવ્યું કે તપાસમાં ચોક્કસ કોન્ટ્રાક્ટરો અને ટ્રસ્ટ વચ્ચે નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે કેટલાક કોન્ટ્રાક્ટરોએ દાન અને બાંધકામ કાર્યો મારફતે ટ્રસ્ટ અથવા યુનિવર્સિટીને મોટી માત્રામાં નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનું પકડાયું છે.