આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 26, 2026 11:24 એ એમ (AM)

views 17

ઇરાને અમેરિકા તેની શરતો સાથે સંમત થાય તો સાત દિવસમાં હોર્મુઝ સામુદ્રધૂની ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો

ઇરાને અમેરિકા તેની શરતો સાથે સંમત થાય તો સાત દિવસમાં હોર્મુઝ સામુદ્રધૂની ફરીથી ખોલવા અને તેના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.  આ શરતોમાં ઇરાનના બંદરો પરની અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઇરાનના ઈંધણ વેચાણ પરના પ્રતિબંધો રદ કરવા અને લેબનોન સહિત યુદ્ધવિરામનું પાલન કરવા સહ...

સપ્ટેમ્બર 26, 2026 11:17 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અર્થપૂર્ણ સુધારા માટે લેખિત પ્રસ્તાવ આધારિત વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો – આજે મહાસભામાં ભારતનું સત્તાવાર નિવેદન રજૂ કરશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચામાં બપોરના સત્ર દરમિયાન ભારતનું સત્તાવાર નિવેદન રજૂ કરશે. વિદેશ મંત્રી 81મા સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. ગઈકાલે મહાસભાથી અલગ એક સત્રમાં સંબોધન કરતાં તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અર્થપૂર્ણ સુધારા મા...

સપ્ટેમ્બર 23, 2026 10:05 એ એમ (AM)

views 27

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે સંઘર્ષો, વેપાર અને આબોહવા પડકારો વચ્ચે મજબૂત વૈશ્વિક દક્ષિણ સહયોગ માટે ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વધતા ભૌગોલિક રાજકીય તણાવ, આર્થિક પડકારો, આબોહવાના આંચકા અને બહુપક્ષીય પ્રણાલી પરના દબાણને પહોંચી વળવા માટે વૈશ્વિક દક્ષિણ દેશો વચ્ચે વધુ સહકારની હાકલ કરી છે. મંત્રી ગઈકાલે ન્યૂયોર્કમાં 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સાથે વૈશ્વિક દક્ષિણ દેશોની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા....

સપ્ટેમ્બર 22, 2026 10:33 એ એમ (AM)

views 13

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે 81માં સંયુક્ત રાષ્ટ્ર સત્રથી અલગ તેમના વિદેશી સમકક્ષો સાથે પ્રાદેશિક – વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી

વિદેશ મંત્રી એસ જયશંકરે 81માં  સંયુક્ત રાષ્ટ્ર સત્ર થી અલગ તેમના વિદેશી સમકક્ષો સાથે પ્રાદેશિક - વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. શ્રી જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર માટે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે ન્યુયોર્ક શહેરમાં પહોંચ્યા છે.શ્રી જયશંકર 26 સપ્ટેમ્બરે મહાસભાના મંચ પર ચર્ચા સ...

સપ્ટેમ્બર 21, 2026 9:34 એ એમ (AM)

views 36

ઈરાન વલણ નહીં બદલે તો નજીકના ભવિષ્યમાં મોટી ઘટનાઓ ઘટવાની ટ્રમ્પે ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ ઈરાન સાથે યુદ્ધ અંગે નિર્ણય લેવાની સ્થિતિમાં છે. તેમણે ટૂંક સમયમાં મોટી ઘટનાઓ બનવાનીની ચેતવણી આપી. ટ્રમ્પે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, જો ઈરાની શાસન પોતાનું વલણ નહીં બદલે તો નજીકના ભવિષ્યમાં મોટી ઘટનાઓ બની શકે છે. અહેવાલ છે કે તેઓએ યુદ્ધ ...

સપ્ટેમ્બર 20, 2026 4:27 પી એમ(PM)

views 14

ભારતે રાહત સામગ્રીનો વધુ 11 ટન જથ્થો નેપાળ મોકલ્યો

ભારતે નેપાળને દવાઓ, ફોરેન્સિક પુરવઠો, તંબુઓ, સ્વચ્છતા કીટ, સ્લીપિંગ બેગ અને અન્ય આવશ્યક સામગ્રીનો 11 ટન રાહત સામગ્રીનો નવો જથ્થો મોકલ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રાહત સામગ્રી નેપાળીને સોંપવામાં આવી છે. નેપાળના પુનર્વસન માટે રાહત સામગ્રી લઈને જતું આ ૯મું ભારતીય વાયુસેનાનું વિમાન રવાના થયુ...

સપ્ટેમ્બર 20, 2026 4:25 પી એમ(PM)

views 16

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં AI ફોર્સ બનાવવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એક AI ફોર્સ બનાવી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં એક AI ઝારની જાહેરાત કરશે. તેમના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું કે તેઓ AI નો વિનાશ થવા દેશે નહીં. શ્રી ટ્રમ્પે AI ને આગામી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે પણ વર્ણવ્યું છે અને કહ્યું છે...

સપ્ટેમ્બર 19, 2026 2:15 પી એમ(PM)

views 17

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે વાણિજ્યિક દરિયાઈ ટ્રાફિક ભૂ-રાજકીય તણાવનું લક્ષ્ય ન બનવું જોઈએ

ભારતે સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય કાયદાના આદરની માંગણીનો પુનરોચ્ચાર કરતાં કહ્યું  કે વાણિજ્યિક દરિયાઈ ટ્રાફિક ભૂ-રાજકીય તણાવનું લક્ષ્ય ન બનવું જોઈએ. હોર્મુઝ સમુદ્રધુણીમાં સંઘર્ષને કારણે ભારતીય જહાજો અને નાગરિકોને નુકસાન થયું છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગુરુવારે સુરક્ષા પરિષદને જણાવ્યું હ...

સપ્ટેમ્બર 19, 2026 2:14 પી એમ(PM)

views 15

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે H-1B વિઝા દ્વારા વિદેશી કામદારોને અમેરિકા લાવનારા નોકરીદાતાઓ પર લાદવામાં આવતી એક લાખ ડોલર ફી એક વર્ષ માટે લંબાવી

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા દ્વારા વિદેશી કામદારોને અમેરિકા લાવનારા નોકરીદાતાઓ પર લાદવામાં આવતી  એક લાખ ડોલર ફી એક વર્ષ માટે લંબાવી. આ મુજબ વર્ષ 2025માં ફી લાદવામાં આવી ત્યારથી IT કંપનીઓ માટે H-1B વિઝા નોંધણીમાં 92 ટકાનો ઘટાડો થયો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે ફી વધારવાથી અમે...

સપ્ટેમ્બર 18, 2026 2:12 પી એમ(PM)

views 11

યુરોપિયન સંઘ- યુક્રેનને મિસાઇલો અને ડ્રોન ખરીદવા માટે વધારાની 30 કરોડ યુરોની સહાય પૂરી પાડશે

યુરોપિયન સંઘ- યુક્રેનને મિસાઇલો અને ડ્રોન ખરીદવા માટે વધારાની 30 કરોડ યુરોની  સહાય પૂરી પાડશે. યુરોપિયન સંઘ -EU ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાત કર્યા પછી આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે, રશિયન આક્રમણ વચ્ચે EU યુક્રેનની સાથે છે. EU એ તેના "યુક...