સપ્ટેમ્બર 22, 2026 10:33 એ એમ (AM)

printer

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે 81માં સંયુક્ત રાષ્ટ્ર સત્રથી અલગ તેમના વિદેશી સમકક્ષો સાથે પ્રાદેશિક – વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી

વિદેશ મંત્રી એસ જયશંકરે 81માં  સંયુક્ત રાષ્ટ્ર સત્ર થી અલગ તેમના વિદેશી સમકક્ષો સાથે પ્રાદેશિક – વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.

શ્રી જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર માટે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે ન્યુયોર્ક શહેરમાં પહોંચ્યા છે.શ્રી જયશંકર 26 સપ્ટેમ્બરે મહાસભાના મંચ પર ચર્ચા સત્રમાં  વિશ્વ નેતાઓને સંબોધિત કરશે.

ભારતે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે, જે આ જૂથ સાથે વેપાર અને રોકાણ સંબંધોને વિસ્તૃત કરવાના પ્રયાસોના ભાગ રૂપે છે.

અગાઉ, જયશંકરે પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિક સહિત પ્રથમ વિસેગ્રાડ ગ્રુપ (V4) અને ભારતના વિદેશ પ્રધાનોની બેઠકમાં હાજરી આપી હતી.