સપ્ટેમ્બર 29, 2026 9:13 એ એમ (AM)

printer

અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન GSRTC દ્વારા 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન.. 9 કરોડ 51 લાખ રૂપિયાની આવક

અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન GSRTC દ્વારા 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વિશેષ બસ સેવાઓ મારફતે 13 લાખથી વધુ મુસાફરોએ એક્સ્ટ્રા ટ્રીપનો લાભ લીધો હતો.  GSRTCને સાત દિવસના ટૂંકા ગાળામાં 9 કરોડ 51 લાખની આવક થઈ હોવાનુ GSRTCના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટ જણાવી રહ્યા છે.

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ થી તારીખ ૨૬/૦૯/2૦૨૬ દરમિયાન નિગમ દ્વારા પાલનપુર, હિંમતનગર, મસાણા અને અમદાવાદ વિભાગના તમામ સ્ટાફ દ્વારા ૨૪/૭ ખડે પગે સેવાઓ આપવામાં આવી હતી. ભાદરવી પૂનમ ૨૦૨૬ અંતર્ગત નિગમ દ્વારા કુલ ૩૦,૦૦૦ ત્રિપોલનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે, અને જેના થકી નિગમને કુલ ૯.૫૧ કરોડની આવક પ્રાપ્ત થવા પામી છે.