કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ગઇકાલે અમદાવાદમાં રમાયેલી મેચ સાથે ભારતે વિજયી શરૂઆત કરી. ભારતીય મહિલા ટીમે મલેશિયાને 73-13થી, જ્યારે પુરુષની ટીમે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું.
મહિલાઓની મેચમાં ભારતે એક પણ પોઇન્ટ ગુમાવ્યા વિના મલેશિયાની ટીમને હરાવી હતી. કેપ્ટન સુરજીત સિંહની આગેવાની હેઠળની પુરુષ ટીમે શરૂઆતમાં લીડ મેળવી અને હાફ-ટાઇમ સુધી 23-9થી આગળ રહયા બાદ અંતિમ ક્વાર્ટરમાં 16 પોઇન્ટ મેળવીને ભારતે વિજય મેળવ્યો હતો.