ઓક્ટોબર 24, 2026 10:36 એ એમ (AM)

printer

નાણામંત્રીએ બેંકો અને નાણાકીય સંસ્થાઓને દાવો ન કરાયેલું ભંડોળ હકદારોને પરત કરવા નિર્દેશ કર્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને દાવો ન કરાયેલુ ભંડોળ તેમના હકદાર માલિકોને જલ્દી પરત કરવા નિર્દેશ આપ્યો છે

ગઈકાલે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 30મી બેઠકની અધ્યક્ષતા કરતાં તેમણે બેંક થાપણો, શેર, વીમો, પોસ્ટ ઓફિસ બચત અને પેન્શન ભંડોળ હકદાર માલિકોને તાત્કાલિક પરત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે KYC પ્રક્રિયાને સરળ બનાવવા અને સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ હાકલ કરી હતી.

બેઠકમાં “તમારા પૈસા, તમારા અધિકારો” અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી, જેનો હેતુ લોકોના બાકી રહેલા નાણાં પરત કરવાની ખાતરી કરવાનો છે. બેઠકમાં દેશની આર્થિક પરિસ્થિતિ, ફિનટેક ક્ષેત્રમાં નવી નવીનતાઓ અને નાણાકીય સંપત્તિઓને ડિજિટલ ટોકનમાં રૂપાંતરિત કરવાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.