ઓક્ટોબર 24, 2026 10:38 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2026નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે દિલ્હીના ઉપ–રાજયપાલ સરદાર તરનજીત સિંહ સંધુ વિશેષ ઉપસ્થિત રહ્યાં.

આજથી આગામી પહેલી નવેમ્બર સુધી ચાલનારા આ પુસ્તક મહોત્સવમાં નાગરિકોને વિનામુલ્યે પ્રવેશ અપાશે. નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મનપા દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ મહોત્સવમાં લેખકો સાથે સંવાદ, સાંસ્કૃતિક મંચ અને બાળકો માટેના પેવેલિયન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.