સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના કમાન્ડરોને વૈશ્વિક ફેરફારો પર નજર રાખવા અને ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવા વિનંતી કરી છે.
ગઈકાલે નવી દિલ્હીમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધતા શ્રી સિંહે આગામી 20 થી 30 વર્ષ સુધીના લાંબા ગાળાના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભારતીય સેનાના વરિષ્ઠ નેતૃત્વને તાત્કાલિક અને ઉભરતા પડકારોનો સામનો કરવા માટે સમાન રીતે તૈયાર રહેવા હાકલ કરી.
તેમણે ભાર મૂક્યો કે બદલાતી પરિસ્થિતિઓમાં સમયસર ગોઠવણો કરવા માટે વ્યૂહરચનાઓ ગતિશીલ અને લવચીક હોવી જોઈએ.