યુરોપિયન સંઘ- યુક્રેનને મિસાઇલો અને ડ્રોન ખરીદવા માટે વધારાની 30 કરોડ યુરોની સહાય પૂરી પાડશે. યુરોપિયન સંઘ –EU ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાત કર્યા પછી આ જાહેરાત કરી.
તેમણે જણાવ્યું હતું કે, રશિયન આક્રમણ વચ્ચે EU યુક્રેનની સાથે છે. EU એ તેના “યુક્રેન સપોર્ટ લોન” હેઠળ પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ્સ માટે ભંડોળને પણ મંજૂરી આપી છે. શ્રીમતી વોન ડેર લેયેનના જણાવ્યા મુજબ, EU એ આ વર્ષે યુક્રેન માટે આશરે 15 અરબ યુરો એકત્ર કર્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેનને સમર્થન આપવા બદલ શ્રીમતી વોન ડેર લેયેનનો આભાર માન્યો.