અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા દ્વારા વિદેશી કામદારોને અમેરિકા લાવનારા નોકરીદાતાઓ પર લાદવામાં આવતી એક લાખ ડોલર ફી એક વર્ષ માટે લંબાવી.
આ મુજબ વર્ષ 2025માં ફી લાદવામાં આવી ત્યારથી IT કંપનીઓ માટે H-1B વિઝા નોંધણીમાં 92 ટકાનો ઘટાડો થયો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે ફી વધારવાથી અમેરિકન કામદારો અને સ્નાતકો માટે રોજગારની તકોમાં સુધારો થશે.
H-1B વિઝા કાર્યક્રમના લાભાર્થીઓમાં ભારતીયો સૌથી મોટો જૂથ છે. આ ફી એવા લોકો પર લાગુ પડતી નથી જેઓ પહેલાથી જ વિદ્યાર્થી વિઝા પર અમેરિકામાં રહે છે અને નવા H-1B વિઝા માટે અરજી કરી રહ્યા છે. આ ફી હાલના H-1B વિઝાના રિન્યુઅલ પર પણ લાગુ પડતી નથી.