સપ્ટેમ્બર 29, 2026 9:09 એ એમ (AM)

printer

ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ.. તારવણીમાં 65 ઉમેદવારી ફોર્મ રદ.. 138 માન્ય ઠર્યા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. ચકાસણી દરમિયાન ગાંધીનગર મનપા વિસ્તારમાંથી કુલ 65 ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા છે, જ્યારે 138 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે.

રદ થયેલા ઉમેદવારીપત્રોમાં ડમી ઉમેદવારોના ફોર્મનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ હવે ચૂંટણી પ્રક્રિયાનો આગામી મહત્વનો તબક્કો શરૂ થશે.

આજે  ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.. ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.