સપ્ટેમ્બર 29, 2026 9:18 એ એમ (AM)

printer

મહારાષ્ટ્રમાં, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો પ્રથમ સ્ટીલ બ્રિજ શરૂ કરાયો

મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો પ્રથમ સ્ટીલ બ્રિજ થાણે જિલ્લાના ભિવંડીના દિવે-અંજુર ગામમાં શરૂ કરવામાં આવ્યો છે.

100 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું વજન 1405 મેટ્રિક ટન છે આ પ્રોજેક્ટ હાઇ-સ્પીડ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જટિલ સ્ટીલ સ્ટ્રક્ચર્સના ઉત્પાદન, પરિવહન અને ઇન્સ્ટોલેશનની ભારતની વધતી જતી ક્ષમતા દર્શાવે છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે આયોજિત 28 સ્ટીલ બ્રિજમાંથી, 16 હવે પૂર્ણ થઈ ગયા છે.