ઓક્ટોબર 25, 2026 8:47 એ એમ (AM)

printer

લીકટનસ્ટાઇનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ એલોઇસ આજથી ચાર દિવસની ભારત મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર લીકટનસ્ટાઇનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ એલોઇસ આજે ચાર દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની, વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિમંડળ પણ હશે.

 આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ એલોઇસ વેપાર અને રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા અને લોક સંપર્કો વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુલાકાત કરશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે. ક્રાઉન પ્રિન્સ એલોઇસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત અને લીકટનસ્ટાઇન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.