ઓક્ટોબર 25, 2026 8:44 એ એમ (AM)

printer

સુરક્ષાની સ્થિતિને જોતા એર ઈન્ડિયા,એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઇન્ડિગોની રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીના માટેની ફ્લાઈટ્સ 31 ઓક્ટોબર સુધી સ્થગિત

ભારતે, સાઉદી અરેબિયામાં ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત ભારતીય નાગરિકો, ખાસ કરીને ઉમરાહ યાત્રાળુઑ માટે નવી સલાહ જારી કરી છે.

ઉમરાહ યાત્રાળુઓને રહેઠાણ અથવા અન્ય સેવાઓમાં સમસ્યા હોય તો તેઓ તેમની ફરિયાદો નોંધાવવા માટે સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયના હેલ્પલાઇન નંબર, 1966 પર સંપર્ક કરી શકે છે. યાત્રાળુઓને તેમના ઉમરાહ સેવા પ્રદાતાઓનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી  છે.

જેદ્દાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું હતું કે જેદ્દાહ અને મક્કામાં તેના કંટ્રોલ રૂમ અસરગ્રસ્ત ભારતીયોને ચોવીસ કલાક સહાય પૂરી પાડી રહ્યા છે, તેમને જરૂર મુજબ ખોરાક, આવશ્યક દવાઓ અને અન્ય પુરવઠો પૂરો પાડી રહ્યા છે.

ફ્લાઇટ રદ થવા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે કોન્સ્યુલેટ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે.  કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે તેઓ અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને વહેલા પરત લાવવા માટે સંબંધિત અધિકારીઓ અને એરલાઇન્સ સાથે સતત સંપર્ક માં છે.

દરમિયાન ઈન્ડિગો એરલાઈને સુરક્ષાની સ્થિતિને જોતા રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીનાની ફ્લાઈટ્સ આ મહિનાની 31મી તારીખ સુધી રદ કરી છે

રિયાધ અને દમ્મામ માટેની એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી સ્થગિત રહેશે. જેદ્દાહ માટેની એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ 31 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે.