ઓક્ટોબર 25, 2026 8:35 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી એક દિવસીય મેચ વડોદરા ખાતે રમાશે

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની બીજી મેચ રમાશે. આ મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. દરમિયાન પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 28 તારીખે રમાશે.