અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાંચના નવા ચાર યુનિટ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. ગુનાખોરી થાય તે અગાઉ જ ડામી દેવાની નેમ સાથે શરૂ થનારા ચારમાંથી બે એકમોને કાર્યરત કરી દેવાયાં છે. વટવા ગામ પોલીસ ચોકી અને ઓઢવા સિંગરવા ચોકી એમ બે યુનિટનો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આરંભ કરાવ્યો હતો જ્યારે બોડકદેવ અને ચાંદખેડા યુનિટનો ટૂંક સમયમાં આરંભ કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2026 9:11 એ એમ (AM)
ગુના થતાં પહેલા જ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના નવા ચાર એકમો કાર્યરત કરવાનો નિર્ણય—બે યુનિટનો આરંભ