સપ્ટેમ્બર 19, 2026 2:15 પી એમ(PM)

printer

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે વાણિજ્યિક દરિયાઈ ટ્રાફિક ભૂ-રાજકીય તણાવનું લક્ષ્ય ન બનવું જોઈએ

ભારતે સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય કાયદાના આદરની માંગણીનો પુનરોચ્ચાર કરતાં કહ્યું  કે વાણિજ્યિક દરિયાઈ ટ્રાફિક ભૂ-રાજકીય તણાવનું લક્ષ્ય ન બનવું જોઈએ. હોર્મુઝ સમુદ્રધુણીમાં સંઘર્ષને કારણે ભારતીય જહાજો અને નાગરિકોને નુકસાન થયું છે.

ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગુરુવારે સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે દરિયાઈ નેવિગેશનના અધિકારને બળજબરી, ધમકીઓ, ગેરકાયદેસર પ્રતિબંધો અથવા મનસ્વી હસ્તક્ષેપથી અસર થવી જોઈએ નહીં તેમણે ‘એરિયા-ફોર્મ્યુલા‘ હેઠળ દરિયાઈ સુરક્ષા અંગે ચર્ચા કરવા બહેરીન દ્વારા બોલવાયેલી કાઉન્સિલની અનૌપચારિક બેઠકમાં વાત કરી હતી..એપ્રિલમાં, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે બે ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ચેતવણીરૂપ ગોળીબાર કર્યો હતો. જુલાઈમાં, સંયુક્ત આરબ અમીરાતમાં નોંધાયેલા બે જહાજો પર ઈરાની હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું અને બીજાને ઈજા થઈ હતી.

ભારતે નવી દિલ્હીમાં ઈરાની રાજદ્વારીઓ સમક્ષ આ  બંને ઘટનાઓનો વિરોધ કર્યો હતો.