ઓગસ્ટ 18, 2026 9:39 એ એમ (AM)

views 13

આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓને નિયમિતપણે સ્ક્રીનિંગ કરાવવા અપીલ કરી

આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અપીલ કરી કે, રાજયની 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ નિયમિતપણે 'સેલ્ફ-બ્રેસ્ટ એક્ઝામિનેશન' અને 40 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ 'ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવું જોઈએ અને શરીરમાં કોઈપણ અસામાન્ય ગાંઠ કે લક્ષણ જણાય તો તુરંત ...

ઓગસ્ટ 18, 2026 9:28 એ એમ (AM)

views 49

કચ્છમાં બન્નીના ઘાસના મેદાનના કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયાર છોડાયા

કચ્છમાં બન્નીના ઘાસના મેદાનના કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયાર છોડવામાં આવ્યા. ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પરિયોજના અંતર્ગત બન્ની વિસ્તારમાં તંત્ર મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર કાળિયારને મુક્ત કરાયા. જામનગરથી કચ્છ સુધી તેમને લાવવા અને નવા પર્યાવરણમાં અનુકૂલન સાધવા વન્યજીવ...

ઓગસ્ટ 18, 2026 9:24 એ એમ (AM)

views 13

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે.

ઓગસ્ટ 18, 2026 9:21 એ એમ (AM)

views 24

બોટાદમાં 44 લાખના હિરાની ચોરીના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપ્યાં

બોટાદના હીરા બજારમાં આવેલી ઓફિસમાંથી 44.11 લાખની કિંમતના 1,437 કેરેટ હીરાની ચોરીના કેસમાં પોલીસે એક યુવતી સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. બોટાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. બો...

ઓગસ્ટ 18, 2026 9:14 એ એમ (AM)

views 34

ગાલે ટેસ્ટમાં ભારત આજે શ્રીલંકા પર સરસાઇ મેળવવા પ્રયાસ કરશે

ક્રિકેટમાં, શ્રીલંકાના ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારત શ્રીલંકા સામે પોતાની લીડ વધારવાનો પ્રયાસ કરશે. ત્રીજા દિવસના અંતે ભારતે 178 રનની નોંધપાત્ર લીડ મેળવી છે. ભારતીય બોલરોએ પ્રથમ ઇનિંગમાં યજમાન ટીમને 284 રનમાં ઓલઆઉટ કર્યું હતું. જેમાં માનવ સુથારે ચાર અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ...

ઓગસ્ટ 17, 2026 8:12 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શક્તિની સપ્તધારાને કૃષિ અને ગ્રામીણ ભારત માટે મહત્વની દિશા ગણાવી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલ શક્તિની સપ્ત ધારા કૃષિ અને ગ્રામીણ ભારત માટે એક મહત્વપૂર્ણ દિશા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકાર આ દ્રષ્ટિકોણને લોક-કેન્દ્રિત કાર્યક્રમો, પારદર્શક દેખરેખ અને અસરકારક અમલીકરણ ...

ઓગસ્ટ 17, 2026 8:07 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે વીજાણુ ઘટકો ઉત્પાદન યોજના હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી

સરકારે વીજાણું ઘટક ઉત્પાદન યોજના (ECMS) હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી છે. આ મંજૂરીઓથી નવ હજાર 500 થી વધુ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. આ અરજીઓ દસ રાજ્યોમાંથી આવી છે જેમાં તમિલનાડુના સાત અને મહારાષ્ટ્ર અને હરિયાણાના છ-છ રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઇલ...

ઓગસ્ટ 17, 2026 8:03 પી એમ(PM)

views 14

ભારતીય શટલર પી.વી. સિંધુ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

નવી દિલ્હીમાં ચાલી રહેલ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલર પી.વી. સિંધુ આયર્લેન્ડની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સોફિયા નોબલને હરાવી મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ દરમિયાન, મહિલા ડબલ્સમાં, ભારતીય જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ સ્પેનની જોડીને હરાવીને બીજા રાઉન્ડમાં આગળ ...

ઓગસ્ટ 17, 2026 7:09 પી એમ(PM)

views 12

ભરૂચને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી રૂ. 482 કરોડના પ્રકલ્પોની ભેટ

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક અને સામાજિક વિકાસને વધુ વેગ આપવા માટે અંકલેશ્વર GIDC ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાને કુલ રૂ. 482 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ માટે ભરૂચ પોલીસ દ્વારા શરૂ કરાયેલી...

ઓગસ્ટ 17, 2026 6:55 પી એમ(PM)

views 5

યુવાનો નશાથી દૂર રહી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે : ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી

રાજકોટ જિલ્લાના ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત બી.આર.એસ. કોલેજમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં 'યુવા કનેક્ટ' કાર્યક્રમ યોજાયો હતો. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ યુવાનોને નશામુક્ત રહીને શિક્ષણ ...