સરકારે વીજાણું ઘટક ઉત્પાદન યોજના (ECMS) હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી છે. આ મંજૂરીઓથી નવ હજાર 500 થી વધુ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. આ અરજીઓ દસ રાજ્યોમાંથી આવી છે જેમાં તમિલનાડુના સાત અને મહારાષ્ટ્ર અને હરિયાણાના છ-છ રાજ્યોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં અરજદારોને મંજૂરીઓ સોંપી. આ અરજીઓ એસિટિલિન બ્લેક, સ્પીકર્સ અને માઇક્રોફોન,કેપેસિટર્સ અને કોઇલ સહિતના ઉત્પાદનો સાથે સંબંધિત છે.
શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકારે 59 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો જેને પાર કરીને હવે 69 હજાર કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.
Site Admin | ઓગસ્ટ 17, 2026 8:07 પી એમ(PM)
કેન્દ્ર સરકારે વીજાણુ ઘટકો ઉત્પાદન યોજના હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી