સપ્ટેમ્બર 5, 2026 10:13 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસે શિક્ષકોને તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવી નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસ પ્રસંગે શિક્ષકોને સતત તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવવા અને નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શિક્ષકો વિદ્યાર્થીઓની પ્રતિભાને પોષવામાં અને તેમના ચારિત્ર્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચારસરણી અને જિજ્ઞાસાની ભાવનાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો. રાષ્ટ્રપતિએ તમામ સમર્પિત શિક્ષકોના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી, તેમને એક મહાન શિક્ષક ગણાવ્યા.

આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.  મહાન શિક્ષણવિદ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પ્રસંગે દેશભરમાં પાંચમી સપ્ટેમ્બરે  શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.