સપ્ટેમ્બર 5, 2026 9:38 એ એમ (AM)

printer

રાજ્યભરમાં કૃષ્ણજન્મોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી.. મુખ્યમંત્રીએ ડભોડાના રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરી

ગાંધીનગર સ્થિત ડભોડાના શ્રી રણછોડરાય મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્મોત્સવ મનાવ્યો હતો. મુખ્યમંત્રીએ રણછોડરાયજીના દર્શન કરી આરતી ઉતારી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો ભક્તો સાથે મુખ્યમંત્રીએ  કૃષ્ણજન્મોત્સવ મનાવ્યો હતો. ડભોડા હનુમાનજી મંદિરમાં પણ મુખ્યમંત્રીએ દર્શન કરીને આરતી ઉતારી હતી.