બોટાદના હીરા બજારમાં આવેલી ઓફિસમાંથી 44.11 લાખની કિંમતના 1,437 કેરેટ હીરાની ચોરીના કેસમાં પોલીસે એક યુવતી સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. બોટાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. બોટાદ પોલીસની માહિતીના આધારે બાવળા પોલીસે રેલવે સ્ટેશન પર કોર્ડન ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું બોટાદ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યુ હતું.
Site Admin | ઓગસ્ટ 18, 2026 9:21 એ એમ (AM)
બોટાદમાં 44 લાખના હિરાની ચોરીના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપ્યાં