કચ્છમાં બન્નીના ઘાસના મેદાનના કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયાર છોડવામાં આવ્યા. ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પરિયોજના અંતર્ગત બન્ની વિસ્તારમાં તંત્ર મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર કાળિયારને મુક્ત કરાયા. જામનગરથી કચ્છ સુધી તેમને લાવવા અને નવા પર્યાવરણમાં અનુકૂલન સાધવા વન્યજીવોને પકડવા અને સુરક્ષિત રીતે એકથી બીજી જગ્યાએ ખસેડવા માટેની બોમા પદ્ધતિનો ઉપયોગ કરાયો હોવાનું બન્ની ગ્રાસલૅન્ડના નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ જણાવ્યું. 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્યપ્રાણીઓ આપણને મળ્યા છે. આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતેથી તેમજ ભાવનગર વિસ્તારમાંથી પણ નવ કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે.
Site Admin | ઓગસ્ટ 18, 2026 9:28 એ એમ (AM)
કચ્છમાં બન્નીના ઘાસના મેદાનના કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયાર છોડાયા