ઓગસ્ટ 18, 2026 9:39 એ એમ (AM)

printer

આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓને નિયમિતપણે સ્ક્રીનિંગ કરાવવા અપીલ કરી

આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અપીલ કરી કે, રાજયની 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ નિયમિતપણે ‘સેલ્ફ-બ્રેસ્ટ એક્ઝામિનેશન’ અને 40 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ ‘ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવું જોઈએ અને શરીરમાં કોઈપણ અસામાન્ય ગાંઠ કે લક્ષણ જણાય તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા જીસીઆરઆઈ (GCRI) નો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. GCRI અમદાવાદના વર્ષ 2015 થી 2025ના આંકડા અનુસાર, માત્ર વર્ષ-2025માં જ સ્તન કેન્સરના 1541 નવા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વયજૂથ 41 થી 50 વર્ષના 469 કેસ અને 51 થી 60 વર્ષ 436 કેસ મહિલાઓના સામે આવ્યા છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અંદાજ મુજબ, ગુજરાતમાં વર્ષ-2024 સુધીમાં કેન્સરના કુલ કેસોની સંખ્યા વધીને અંદાજિત 77 હજાર 205 સુધી પહોચી હતી.