ઓગસ્ટ 17, 2026 8:12 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શક્તિની સપ્તધારાને કૃષિ અને ગ્રામીણ ભારત માટે મહત્વની દિશા ગણાવી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલ શક્તિની સપ્ત ધારા કૃષિ અને ગ્રામીણ ભારત માટે એક મહત્વપૂર્ણ દિશા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકાર આ દ્રષ્ટિકોણને લોક-કેન્દ્રિત કાર્યક્રમો, પારદર્શક દેખરેખ અને અસરકારક અમલીકરણ દ્વારા કાર્યમાં તબદીલ કરવા માટે કામ કરશે.

શ્રી મોદીએ પોતાના સંબોધનમાં શક્તિની સપ્ત ધારાની રૂપરેખા આપી હતી, જેમાં કૃષિ અને ખાદ્ય ઉત્પાદનને મજબૂત બનાવવા, ખાદ્ય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક બજારોમાં પહોંચ વધારવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક કટોકટી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ખેડૂતોને સબસિડીવાળા ભાવે ખાતરો પૂરા પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.