ઓગસ્ટ 18, 2026 9:14 એ એમ (AM)

printer

ગાલે ટેસ્ટમાં ભારત આજે શ્રીલંકા પર સરસાઇ મેળવવા પ્રયાસ કરશે

ક્રિકેટમાં, શ્રીલંકાના ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારત શ્રીલંકા સામે પોતાની લીડ વધારવાનો પ્રયાસ કરશે. ત્રીજા દિવસના અંતે ભારતે 178 રનની નોંધપાત્ર લીડ મેળવી છે. ભારતીય બોલરોએ પ્રથમ ઇનિંગમાં યજમાન ટીમને 284 રનમાં ઓલઆઉટ કર્યું હતું. જેમાં માનવ સુથારે ચાર અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા માટે સોનલ દિનુષાએ તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. અગાઉ, ભારત પહેલી ઇનિંગમાં 462 રનમાં ઓલઆઉટ થયું હતું. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 23મી તારીખે કોલંબોમાં રમાશે.