સપ્ટેમ્બર 3, 2026 8:07 પી એમ(PM)

views 5

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું ભારત પાસે વિશ્વનું પ્રથમ ઓટોમોબાઈલ ઉદ્યોગ બનવાની ક્ષમતા છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, નવીનતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મક કિંમતોના આધારે ભારત પાસે વિશ્વનું પ્રથમ ઓટોમોબાઈલ ઉદ્યોગ બનવાની ક્ષમતા છે. તેમણે નવી દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફૅક્ચરર્સના 66મા વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું હતું. કેન્દ્રીય ...

સપ્ટેમ્બર 3, 2026 7:50 પી એમ(PM)

views 73

મહિલા એશિયા T-20 ક્રિકેટ મેચમાં ભારતનો મુકાબલો દુબઈમાં હોંગકોંગ સામે થશે.

આજે મહિલા એશિયા કપ ટ્વેન્ટી 20 ક્રિકેટ મેચમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યાથી રમાશે.

સપ્ટેમ્બર 3, 2026 4:24 પી એમ(PM)

views 11

પાવાગઢમાં આગામી બે મહિના સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાઓમાં ઉમટી પડતી શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલ દ્વારા આગામી બે મહિના સુધી તમામ રવિવારે પાવાગઢમાં વાહનોના પ્રવેશ અને ટ્રાફિક નિયમન માટે એક ખાસ જાહેરનામુ...

સપ્ટેમ્બર 3, 2026 4:20 પી એમ(PM)

views 8

ગુજરાતના તમામ હેલીપૅડની દર 3 મહિને ફરજિયાત ચકાસણી કરાશે: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

આપત્તિ વ્યવસ્થાપન, મેડિકલ ઈમરજન્સી, રાહત અને બચાવ કામગીરી તેમજ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી જેવા VVIP મહાનુભાવોના પ્રવાસ દરમિયાન કટોકટીના સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે તે માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ હયાત હેલીપૅડની ચુસ્ત ...

સપ્ટેમ્બર 3, 2026 4:14 પી એમ(PM)

views 35

હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના 15 કારીગરોને વર્ષ 2025 ના એવોર્ડ એનાયત કરાશે

ગુજરાત સરકારની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 હેઠળ રાજ્યના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કારીગરોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2025 માટેના એવોર્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી કુલ 15 કારીગરોની પસંદગી કરાઈ છે, જેમાં 11 કારીગરોને રાજ્ય કક્ષાના અને...

સપ્ટેમ્બર 3, 2026 3:55 પી એમ(PM)

views 50

નેપાળ-તિબેટમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક 1250 ને પાર : 4,000 થી વધુ હજુ પણ ગુમ છે

હિમાલયના ખોળામાં આવેલા નેપાળ અને તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે ભારે તબાહી મચી છે. નેપાળમાં પૂરના કારણે મૃત્યુઆંક 1250 સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદ અને કાટમાળ વચ્ચે બચાવકર્તાઓ ફસાયેલા લોકોને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. ભોટેકોશી નદી અને સુરંગોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ  ભો...

સપ્ટેમ્બર 3, 2026 3:51 પી એમ(PM)

views 8

બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર: ગંગા અને સોન નદીના જળસ્તરમાં વધારો

બિહાર રાજ્યમાં પૂરની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. ગંગા, ગંડક અને કોસી નદીઓ બાદ હવે સોન નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ બિહારના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પૂરના પાણી અનેક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધન...

સપ્ટેમ્બર 3, 2026 3:37 પી એમ(PM)

views 6

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુની તપાસ CBI કરશે

મુંબઈ હાઈકોર્ટે દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે દિશાના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી આ કેસની નિ...

સપ્ટેમ્બર 3, 2026 3:31 પી એમ(PM)

views 6

‘એક રાષ્ટ્ર, એક સમય’ તરફ કદમ: સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો, 2026 કર્યા જાહેર

ભારત સરકારે દેશમાં એક સમાન અને કાયદેસર રીતે માન્ય સમય પ્રણાલી સ્થાપિત કરવા માટે કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2026 ને સૂચિત કર્યા છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી દેશભરમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) ને સામાન્ય, વિશ્વસનીય અને કાનૂની રીતે માન્ય સમય સંદર્ભ તરીકે સ્થાપિત કરવામાં મોટી મદદ મળશે. ...

સપ્ટેમ્બર 3, 2026 3:23 પી એમ(PM)

views 22

જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતી સંગીત ક્ષેત્ર માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહાન સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર અને જાણીતા સંગીતકાર-ગાયક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સંગીત જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે અને એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. પિતાની સંગીત પરંપરાને આ...