કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, નવીનતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મક કિંમતોના આધારે ભારત પાસે વિશ્વનું પ્રથમ ઓટોમોબાઈલ ઉદ્યોગ બનવાની ક્ષમતા છે. તેમણે નવી દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફૅક્ચરર્સના 66મા વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની આર્થિક વૃદ્ધિમાં આ ઉદ્યોગનું યોગદાન સતત વધતું રહેશે.
તેમણે જાહેરાત કરી કે આ કાર્યક્રમનો બીજો તબક્કો આવતા વર્ષે ઓક્ટોબરથી અમલમાં આવશે, જેમાં અકસ્માત નિવારણ, રાહદારીઓની સુરક્ષા અને અકસ્માત પછી બહાર નીકળવાની વ્યવસ્થા સહિતના ઉન્નત સુરક્ષા ધોરણોનો સમાવેશ થશે.