સપ્ટેમ્બર 6, 2026 8:39 એ એમ (AM)

views 16

અમદાવાદ ખાતે શરૂ થયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતના તમામ આઠ તીરંદાજો આગામી રાઉન્ડમાં પહોંચ્યા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગઇકાલથી શરૂ થયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધામાં ભારતના તમામ આઠ તીરંદાજો  આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે. પ્રથમ દિવસે પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા. જેમાં પુરુષ અને મહિલા રિકર્વ કેટેગરીમાં કુલ 39 તીરંદાજોએ ભાગ લીધ...

સપ્ટેમ્બર 6, 2026 8:37 એ એમ (AM)

views 23

ખરિફ પાકો માટે મહી કમાન્ડને 20 દિવસ 5 હજાર ક્યુસેક પાણી, દ્વારકા – જામનગર અને ઉત્તર ગુજરાતમાં પણ વધારાનું સિંચાઇનું પાણી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અદ્યક્ષસ્થાને, રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવામાં આવી હતી. આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ન થાય, તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ આપ...

સપ્ટેમ્બર 6, 2026 8:33 એ એમ (AM)

views 13

અમદાવાદ એરપોર્ટ પરથી પાંચ કિલો પાંચસો ગ્રામના પ્રતિબંધિત પદાર્થ સાથે વિયેતનામથી આવેલા મુસાફરની ધરપકડ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિયેતનામના હો ચી મિન્હ સિટીથી  ફ્લાઇટમાં આવેલા મુસાફરને નશાકારક પદાર્થ સાથે કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો છે. મુસાફર કુકીઝના બોક્સ અને કોર્ન ફલેક્સના પેકેટમાં માદક પદાર્થ લઇને આવ્યો હતો. આ પદાર્થ તે  હેન્ડબેગમાં જ લઇને આવ્યો હતો. મુંબઈના રહેવાસી એવા આ  મુસાફરની તપાસ દરમિય...

સપ્ટેમ્બર 6, 2026 8:29 એ એમ (AM)

views 20

મહિલા ક્રિકેટ ટી20 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો

મહિલા ક્રિકેટમાં, ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ T20 મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું. પાકિસ્તાન ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 18.1 ઓવરમાં માત્ર 55 રન બનાવી ઓલઆઉટ થયું, જે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો. ભારત તરફથી શ્રી ચારણી અને પ્રેમા રાવતે ત્રણ-ત્રણ વિકેટ ઝડ...

સપ્ટેમ્બર 6, 2026 8:28 એ એમ (AM)

views 16

રાજ્યમાં 11 હજાર શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જણાવતાં શિક્ષણ મંત્રી

રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંજાએ કહ્યું છે કે બાળકોને ગુણવત્તા શિક્ષણ મળી રહે અને દરેક શાળામાં શિક્ષકોની સંખ્યા વધારવાના ભાગરૂપે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જ્ઞાન સહાયકો અને વિદ્યાસહાયકોની નિમણૂંક ચાલી રહી છે. તેમણે કહ્યુ હતું કે રાજ્યમાં આગામી સમયમાં અગિયાર હજાર શિક્ષ...

સપ્ટેમ્બર 5, 2026 8:06 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શિક્ષક દિવસ નિમિત્તે જણાવ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના વિકસિત ભારત શક્ય નથી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના વિકસિત ભારત શક્ય નથી. શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સમારોહ 2026ને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જે સમાજ પોતાના શિક્ષકોનું સન્માન કરે છે, તે જ સાચા અર્થમાં પ્રગતિશીલ સમાજ છે. રાષ્ટ્રપતિએ જણાવ્યુ...

સપ્ટેમ્બર 5, 2026 8:02 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને તેમના બાળપણને સુરક્ષિત રાખવામાં મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને તેમના બાળપણને સુરક્ષિત રાખવામાં મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં મીટિંગની ઝલક શેર ...

સપ્ટેમ્બર 5, 2026 7:57 પી એમ(PM)

views 5

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે બ્રિક્સ મુખ્ય ન્યાયમૂર્તિ ફોરમમાં સ્વસ્થ મતભેદ અને વિચાર-વિમર્શની સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂક્યો

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સ્વસ્થ મતભેદ અને વિચાર-વિમર્શની સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ મુખ્ય ન્યાયમૂર્તિ ફોરમના ભાગ રૂપે, મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, સમયસર અને...

સપ્ટેમ્બર 5, 2026 7:49 પી એમ(PM)

views 13

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો, 13 હજારથી વધુ લોકોને બચાવ્યા

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો છે. અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે લગભગ પાંચ હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં એક 60 વર્ષીય મહિલાને 10 દિવસ સુધી ફસાયેલા રહેલાં ચાર માળના મકાનના કાટમ...

સપ્ટેમ્બર 5, 2026 7:48 પી એમ(PM)

views 4

બિહારમાં પૂરના કારણે ગંગા અને અન્ય નદીઓ વિવિધ સ્થળોએ ભયજનક સપાટીથી ઉપર- જનજીવન અસ્તવ્યસ્ત

બિહારના કેટલાક ભાગોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગંગા અને અન્ય ઘણી મુખ્ય નદીઓ વિવિધ સ્થળોએ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.