સપ્ટેમ્બર 6, 2026 4:18 પી એમ(PM)

views 5

મહેસાણામાં એક તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકના ડૂબી જવાથી મોત.

મહેસાણામાં એક તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકના ડૂબી જવાથી મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, જોતાણા તાલુકાના સૂરજ ગામના તળાવમાં ન્હાવા જતા વખતે પાણીમાં ગરકાવ થવાથી ત્રણેયે જીવ ગુમાવ્યા. કડી પોલીસ અને મહેસાણા અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા.

સપ્ટેમ્બર 6, 2026 4:17 પી એમ(PM)

views 2

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણુ પીવાથી નવ લોકોના મોત 35 સારવાર હેઠળ.

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણુ પીવાથી નવ લોકોના મોત થયા અને 35 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહેવાલ અનુસાર, સારવાર હેઠળ રહેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને બુંદેલખંડ મેડિકલ કોલેજ અને સાગરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે...

સપ્ટેમ્બર 6, 2026 4:15 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત નીતિગત સ્થિરતાથી નીતિગત સક્રિયતા સુધી આગળ વધ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો ત્રિમાસિક GDP વૃદ્ધિ દર 7.8 ટકા છે જે તેની આર્થિક શક્તિ દર્શાવે છે. તેમણે કહ્યું કે ભારત નીતિગત સ્થિરતાથી નીતિગત સક્રિયતા સુધી ઘણો આગળ વધ્યો છે. નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહમાં સંબોધતા શ્રી મોદીએ કહ્યુ...

સપ્ટેમ્બર 6, 2026 4:06 પી એમ(PM)

views 9

નેપાળમાં, વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 344 થયો જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત પાંચ હજાર લોકો હજુ પણ ગુમ.

નેપાળમાં, વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 344 છે, જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત લગભગ 5 હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજાર 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં 10 દિવસ સુધી કાદવ અને કાટમાળ નીચે ફસાયેલા 60 વર્ષીય મહિલાને જીવતી બચાવી લેવામાં આવી છે. અધિકારીઓને મૃતકોન...

સપ્ટેમ્બર 6, 2026 3:57 પી એમ(PM)

views 8

બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલ રમશે.

બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વની 5મી ક્રમાંકિત જોડીએ સેમિફાઇનલમાં મલેશિયાના નૂર મોહમ્મદ અઝરીન અયુબ અને તાન વી કિઓંગને 21-15, 18-21, 21-11થી હરાવ્યા હતા. આ ભારતીય જોડી આજે ફાઇનલમાં ચીનના હી જી ટિંગ અને રેન ઝિયાંગ ય...

સપ્ટેમ્બર 6, 2026 3:45 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે પૉલૅન્ડના વોર્સોમાં ગુડ મહારાજા સ્મારકની મુલાકાત લીધી.

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે પૉલૅન્ડના વોર્સોમાં ગુડ મહારાજા સ્મારક તરીકે જાણીતા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાના સ્મારકની મુલાકાત લઈ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે જ પૉલૅન્ડ અને જામનગરના સંબંધ ફરી તાજા થયા. ઉલ્લેખનીય છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આશરે એક હજાર પો...

સપ્ટેમ્બર 6, 2026 10:21 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને ઉચ્ચ સપના જોવા અને વૈશ્વિક સ્તરની એકાઉન્ટિંગ, નાણાં, કાયદો અને કન્સલ્ટન્સી સંબંધિત સંસ્થાઓ બનાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને મોટા સપના જોવા અને વૈશ્વિક સ્તરની એકાઉન્ટિંગ, નાણાં, કાયદો અને કન્સલ્ટન્સી સંબંધિત સંસ્થાઓ બનાવવા અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો ત્રિમાસિક GDP વૃદ્ધિ દર 7.8 ટકા છે જે તેની આર્થિક શક્તિ દર્શાવે છે. નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ ...

સપ્ટેમ્બર 6, 2026 10:13 એ એમ (AM)

views 11

ગૃહમંત્રી અમિત શાહ આજે ગોવામાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 28મી બેઠકની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે ગોવામાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 28મી બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ ગૃહ મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરશે અને મીડિયાને સંબોધિત કરશે. શ્રી શાહ ભારતીય જનતા પાર્ટીના નવા રાજ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. શ્રી શાહ ગઈકાલે ત્રણ દિવસની મુલાકાતે ગોવા પહોંચ્યા હતા. અમિત શાહની આજે મુલાકાત અન...

સપ્ટેમ્બર 6, 2026 10:06 એ એમ (AM)

views 4

છત્તીસગઢમાં જગદલપુરમાં NIAની ખાસ અદાલતે ઝીરામ ખીણમાં માઓવાદી હુમલાના તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા

છત્તીસગઢમાં જગદલપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ખાસ અદાલતે ઝીરામ ખીણમાં માઓવાદી હુમલાના તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કુલ 11 આરોપીઓ હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. અદાલતે બે મહિલાઓ સહિત તમામ દસ આરોપીઓને 29 લોકોની હત્યા અને 15 લોકોની હત્યાનો પ્રયાસ કરવા માટે દોષી ઠેરવ્યા. સજા...

સપ્ટેમ્બર 6, 2026 9:55 એ એમ (AM)

views 6

બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ચાઈના માસ્ટર્સની ફાઇનલમાં ચીનની જોડી સામે ટકરાશે.

બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વની 5મી ક્રમાંકિત જોડીએ સેમિફાઇનલમાં મલેશિયાના નૂર મોહમ્મદ અઝરીન અયુબ અને તાન વી કિઓંગને 21-15, 18-21, 21-11થી હરાવ્યા હતા. આ ભારતીય જોડી આજે ફાઇનલમાં ચીનના હી જી ટિંગ અને રેન ઝિયાંગ ય...