સપ્ટેમ્બર 6, 2026 10:21 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને ઉચ્ચ સપના જોવા અને વૈશ્વિક સ્તરની એકાઉન્ટિંગ, નાણાં, કાયદો અને કન્સલ્ટન્સી સંબંધિત સંસ્થાઓ બનાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને મોટા સપના જોવા અને વૈશ્વિક સ્તરની એકાઉન્ટિંગ, નાણાં, કાયદો અને કન્સલ્ટન્સી સંબંધિત સંસ્થાઓ બનાવવા અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો ત્રિમાસિક GDP વૃદ્ધિ દર 7.8 ટકા છે જે તેની આર્થિક શક્તિ દર્શાવે છે. નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહમાં સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિશ્વ ભારતને સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બનતું જોઈ રહ્યું છે,

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે એપ્રિલ અને જૂન વચ્ચે વીજ ઉત્પાદનમાં 9 ટકાનો વધારો થયો છે. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ વાહનોના વેચાણમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે, જેમાં ટુ-વ્હીલરમાં 20 ટકા અને થ્રી-વ્હીલરમાં લગભગ 30 ટકાનો વધારો શામેલ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સે વિદ્યાર્થીઓની પેઢીઓને શીખવા, વિકાસ કરવા અને પરિવર્તન લાવવાની તક પૂરી પાડી છે. શ્રી મોદીએ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ખૂબ જ વિશિષ્ટ અને અગ્રણી ગણાવ્યા. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલી SRCCના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. શ્રી મોદીએ કોલેજના સ્થાપક શ્રી રામને શ્રદ્ધાંજલિ આપી.