ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસની કાર્યવાહીનો આરંભ તારાંકિત પ્રશ્નોતરી સાથે થશે. જેમાં આદિજાતિ વિકાસ અને ગ્રામોધ્યોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના વિભાગોના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
નિયમ 44 હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાહેર અગત્યની બાબત પર નિવેદન રજૂ કરશે.આજે વિધાનસભામાં ગુજરાત પશુધન આહાર અંગેનું
વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક 2026, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક રજૂ કરાશે.
ત્યારબાદ આ વિધેયકો પર ચર્ચા અને તેને પસાર કરાશે.