સપ્ટેમ્બર 10, 2026 10:46 એ એમ (AM)

printer

રાજ્યમાં આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ થશે

રાજ્યમાં આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ થશે. ગઇકાલે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ખેડૂતો ૯ ઓક્ટોબર, સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે નોંધણી કરાવી
શકશે.

વર્ષ 2026 – 27 માટે મહફળી માટે પ્રતિ ક્વિન્ટલ 7 હજાર 517 , મગ માટે
8 હજાર 780 અને અડદ માટે 8 હજાર 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો છે. કેબીનેટની બેઠકમાં વરસાદની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી. શ્રી વાઘાણીએ જણાવ્યુ કે, નર્મદા ડેમમાં ઉપલબ્ધ પાણીનો નિયમ મુજબ ઉપયોગ શરૂ કરાયો છે.ઉપરાંત કલેક્ટરોને
ઘાસચારો ખરીદવાની છૂટ આપવામાં આવી છે.

આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોના સર્વાંગી વિકાસ માટે  297 કરોડથી વધુના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. જેમાં ગીર સોમનાથ, પોરબંદર અને વલસાડ જિલ્લામાં વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. તો આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને
પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.